
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ તથા અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારના ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ અનુમાશી કૃત્યો નો વિરોધ કરવા અને ઇસ્કોનનાં સંત ચિન્મયદાસજીને તત્કાળ મુક્ત કરાવવા માનવ અધિકાર હિતરક્ષા સમિતિ ડાંગ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં એક વિરાટ રેલીનું આયોજન કર્યું છે. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુ સમુદાયની કુલ જનસંખ્યા ૮ ટકા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ લાંબા સમયથી ધાર્મિક ભેદભાવ અને હિંસાનો ભોગ બનતા આવ્યા છે. હિંદુ સમુદાય અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા થવાની અનેક ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી ચૂકી છે, ચિન્મય પ્રભુ આ હિંસા વિરુદ્ધ હિંદુઓને એક કરીને બાંગ્લાદેશ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા હતાં. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના હક માટે અવાજ ઉઠાવતા એવા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે. હમણાંના દિવસોમાં બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસક ઘટનાઓમાં વધારો થયો છે. મંદિરો પર હુમલા, સંતોના અપમાન અને હિંસાત્મક પ્રવૃત્તિઓએ સમગ્ર હિંદુ સમાજને આઘાતમાં મૂક્યો છે. આ ઘટના માત્ર બાંગ્લાદેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ છે. આ મુદ્દે જનતાનો અવાજ ઊંચો કરવા અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમસ્યાને જાગૃત કરવા માટે ડાંગ જિલ્લાના આહવા ખાતે વિરાટ રેલીનું આયોજન ૪ ડિસેમ્બર બુધવારે સવારે ૧૦ કલાકે ફુવારા ચાર રસ્તા ખાતે સ્થિત સરદાર પટેલ પ્રતિમા પાસે આહવા ખાતેથી શરૂઆત કરવામાં આવશે જેમાં તમામ હિન્દુત્વ પ્રેમી જનતાને આ વિરાટ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ બાંગ્લાદેશમાં અત્યાચારના ભોગ બનેલા ભાઈને પડખે ઉભા રહેવા ડાંગ જિલ્લા માનવ હિતરક્ષા સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.



