ARAVALLIGUJARATMODASA

BZ કૌંભાંડ : અરવલ્લી જિલ્લામાં શાળા સહીત શિક્ષકો સાથેના વિડિયો વાયરલ પરંતુ તપાસ કયારે..? જિલ્લા ડીપીઈઓ નું રટન પ્રક્રિયા ચાલુ છે 

અરવલ્લી જીલ્લા ડીપીઈઓ નુ એકજ રટણ પ્રક્રિયા ચાલુ છે

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

BZ કૌંભાંડ : અરવલ્લી જિલ્લામાં શાળા સહીત શિક્ષકો સાથેના વિડિયો વાયરલ પરંતુ તપાસ કયારે..? જિલ્લા ડીપીઈઓ નું રટન પ્રક્રિયા ચાલુ છે

અરવલ્લી જીલ્લા ડીપીઈઓ નુ એકજ રટણ પ્રક્રિયા ચાલુ છે

હાલ સમગ્ર ગુજરાતમાં BZ કંપની ની પૌન્ઝી સ્કીમ ને લઇ ચર્ચાઓ ચારે કોર છે અને 6 હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર મુખ્ય સૂત્રધાર ભૂગર્ભમા છે CID ક્રાઇમ દ્વારા વિવિધ તપાસ હાથ ધરવામાં આવી છે છતાં હજુ કોઇ મોટા ભાગે રોકાણકાર બહાર આવ્યો નથી.

BZ કંપની માં સૌથી વધું જો કોઇ રોકાણકાર હોય તો તે શિક્ષકો છે અને મુખ્ય એજન્ટ પણ શિક્ષક હોવાની વાતો સામે આવિ છે અરવલ્લી જિલ્લામા પણ મુખ્ય એજન્ટો એ પોતાના નિચે કેટલાય શિક્ષકોના રૂપિયા રોકાણ કર્યા હોવાની વાતો વહેતી થઇ છે બીજી તરફ મયૂર દરજી એજન્ટ એ શાળામાં જઈને બાળકો ને જ્યુસ વેચી બોર્ડ પર BZ ગ્રુપ લખી પ્રમાણ પત્ર મેળવતો વિડિયો વાયરલ થયો છે જેમા માલપુર તાલુકાની વણઝરિયા શાળા અને ગોવિંદપુરા ગામની શાળાનો વિડિયો વાયરલ થયો હતો તો બીજી બાજુ વઘુ એક એક અન્ય તાલુકાની શાળાના શિક્ષક સાથેનો વિડીઓ પણ વાયરલ થતાં શિક્ષકો BZ ગ્રુપ સાથે સંકળાયેલા હોવાના વિડિયો એક પછી એક સામે આવ્યાં છે છતાં કોઈપણ કાર્યવાહી ન થતી હોવાની વાતો પણ ચર્ચાઇ રહિ છે BZ ગ્રુપ માં શિક્ષકો અને શાળાના વાયરલ વિડિયો અંગે જીલ્લા ડીપીઈઓ ને ટેલીફોનીક ચર્ચા કરતા જણાવ્યુ હતુ કે તપાસ અને પ્રક્રિયા ચાલું છે આટલું જ રટણ કર્યુ હતું પરંતું શું ખરેખર તપાસ થશે ખરી…? એ પણ એક સવાલ છે અરવલ્લી જિલ્લામા પડદા પાછળ છુપાયેલા મુખ્ય શિક્ષક એજન્ટ નો પડદો ઉઠશે કે પછી એને પણ બચાવી લેવાશે એ જોવાનું રહયું આ સમગ્ર અહેવાલ હાલ ચાલી રહેલી CID તપાસ તેમજ વિડિયો વાયરલ અંતગર્ત પ્રસારિત કરવામા આવ્યો છે વિડિયો વાયરલ ની પુષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતું નથી

Back to top button
error: Content is protected !!