GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
મુળીના જસાપરના પાટિયા પાસે આવેલા શિવાલય સેલટર હોમ ખાતે માનવતા મહોત્સવનું આયોજન રખાયું

તા.30/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
શિવાલય સેલટર હોમમાં બહેન શ્રી નીતાબેન જાની દ્વારા અદભુત સેવાનો યજ્ઞ થઈ રહ્યો છે આ સેવા યજ્ઞ ને પ્રોત્સાહન કરવા માટે અજરામર સંપ્રદાયના શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી તથા આદી સંતો તથા તેમના આજ્ઞાનુવર્તી પૂજ્ય વડેરા સૂર્ય વિજય ગુરુનીના શુશિષ્યા પૂજ્ય હિતજ્ઞા કુમારીજીમાં સતીજી આદિ સાધ્વી વુંદ તારીખ 4-01-2026 રવિવારના રોજ સવારે 9 વાગ્યે પધારશે તથા 9-30થી 11-30 (માનવતા મહોત્સવ) રાખવામાં આવેલ છે આ પ્રસંગે દરેક ભાઈઓ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ છે કાર્યક્રમનું સંચાલન જાણીતા પત્રકાર તત્વચિંતક અમૃતભાઈ નિસર કરશે કાર્યક્રમના અંતે સાત્વિક ભોજન ની વ્યવસ્થા રાખેલ છે આ માનવતા મહોત્સવમાં અમદાવાદ સુરેન્દ્રનગર ચોટીલા થાન મૂળી અનેક વિસ્તારના ભાવિકો ઉપસ્થિત રહેવાના છે.



