પાવર ગ્રીડ કોર્પોરેશન તેમજ સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ,નિરોણાના સંયુક્ત ઉપક્રમે “ભ્રષ્ટાચાર મુક્ત ભારત” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૭ નવેમ્બર : પાવર ગ્રીડ કોર્પોરેશન તેમજ શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાના સંયુક્ત ઉપક્રમે “ભ્રષ્ટાચાર મુક્ત ભારત” વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને વિભાગમાંથી કુલ ૩૮ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત મા શારદે વંદના સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ડૉ. વી.એમ. ચૌધરીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આચાર્યશ્રી ચૌધરી સાહેબ તથા વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા ઉપસ્થિત અધિકારીઓનુ પુષ્પગુચ્છ વડે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’ જેવા પ્રેરણાદાયક વિષય પર વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધાના અંતે માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે હેતલ આયર, દ્વિતીય ક્રમે તારા ચારોલિયા, તૃતીય ક્રમે સંધ્યાબા સોઢા તેમજ ચોથા ક્રમે શ્રેયા ભાનુશાલી રહ્યા હતા. જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે ખતુબાઈ સોરા, દ્વિતીય ક્રમે વંશી ભાનુશાલી, તૃતીય ક્રમે કંચન ગરવા અને ચોથા ક્રમે નીતા ચારોલિયા વિજેતા રહ્યા હતા. પાવર ગ્રીડ તરફથી એસ.એસ. ઇન્ચાર્જ પી.કે. જયસ્વાલ, આસિસ્ટન્ટ મેનેજર હાર્દિકભાઈ કલસરિયા તથા જે.ઈ. પ્રતિકભાઈ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અધ્યક્ષીય ઉદબોધનમાં જયસ્વાલ સાહેબે તમામ વિજેતા અને ભાગ લેનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમનુ મનોબળ વધાર્યું હતું તથા શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો. પાવર ગ્રીડ તરફથી શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોને ભેટ આપવામા આવેલ હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભૂમિબેન વોરા, રમેશભાઈ ડાભી તથા કિષ્નાબેન મહેશ્વરી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક કિશનભાઇ પટેલ, અલ્પાબેન બુચિયા તેમજ તખતસિંહ સોઢાએ જહેમત ઉઠાવેલ હતી.










