BHARUCHGUJARAT

આમોદ પોલીસ અને LCBની સંયુક્ત ટીમે ઓપરેશનમાં સીકલીગર ગેંગના એક ઈસમને શંકાસ્પદ રૂ.4.44 લાખ સાથે ઝડપી પાડ્યો

સમીર પટેલ, ભરૂચ

આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ તેમજ એલસીબીની ટીમે સંયુકત રીતે આમોદ તાલુકા પંચાયત પાસે આવેલી નવી નગરીમા રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીંગર ગેંગના ઈસમને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમા રોકડા 4.44 લાખ મળી આવતા આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચના આમોદ પોલીસ સ્ટાફ તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે આમોદ તાલુકા પંચાયત નજીક આવેલ નવીનગરીમા રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીંગર ગેંગ સાથે સંકળાયેલા તેમજ ભુંડ પકડવાની,તગારા,બ્લેંકેટ, ચાદર,વેચવાની,ડુપ્લીકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમ્યાન વિસ્તારની રેકી કરી બહારના સગા-સબંધીઓને બોલાવીને ગુનાને અંજામ આપવાની તરકીબ ધરાવતા શેરસિંહ ઉર્ફે સતનામસિંહ બચ્ચનસિંહ સિકલીંગરને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમા રોકડ રકમ રૂપિયા 4.44 લાખ મળી આવતા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે શેરસિંહ ઉર્ફે સતનામસિંહ વિરૂદ્ધ આમોદ ,મકરપુરા, ગોરવા તથા અંકલેશ્વર પોલીસ મથકે પણ ગુના નોંધાયેલો છે.

Back to top button
error: Content is protected !!