GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગરના ગઢાદ ગામે રાજુભાઈ કરપડાએ ખેડૂતોના સમર્થન મામલે ખેડૂત ક્રાંતિ સભા યોજાઈ

પ્રવીણ રામને ટકોર 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા ન થઈ જવાય - રાજુ કપરડા

તા.25/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પ્રવીણ રામને ટકોર 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા ન થઈ જવાય – રાજુ કપરડા, આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજુ કરપડા દ્વારા સામા સામે પ્રતિ આરોપો મૂકવામાં આવી રહ્યા છે ત્યારે રાજુ કરપડા દ્વારા પણ પોતાનું શક્તિ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગઢાદ ગામે રાજુ કરપડા દ્વારા ખેડૂતોને એકત્રિત કરી અને ક્રાંતિ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3,000 થી વધુ ખેડૂતો ક્રાંતિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના વિસ્તારના ખેડૂતો દ્વારા તમામ સભાનો ખર્ચો ઉઠાવી લેવામાં આવ્યો હતો જેમાં મંડપ જમણવાર અને લાઇટિંગ સહિતનો ખર્ચો આજુબાજુના ખેડૂતો દ્વારા ઉઠાવી લઈ અને ત્યારબાદ રાજુ કરપડાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હળદર ગામે જે ખેડૂતો ઉપર અત્યાચારો થયા હતા અને જેલમાં ગયા હતા તેમનો સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતો એકત્રિત થઈ અને આ સભામાં જોડાયા હતા ત્યારે રાજુ કરપડા દ્વારા આપ નેતાઓ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને તે ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ આજથી સોમનાથ ખાતેથી ખેડૂત બચાવો યાત્રા શરૂ કરી રહ્યા છે અને ગાંધીનગર સુધી સાત માર્ચ સુધીમાં પહોંચવાના છે જેમાં તેમના મુખ્ય મુદ્દાઓમાં સિંચાઈનું પાણી મળે ખેડૂતોને પૂરતા જણસના ભાવ મળે સરકારની ખેડૂત વિરોધી નીતિ છે તેમાંથી ખેડૂતોને મુક્તિ મળે અને દેવા માફીની માંગ સાથે પ્રવીણ રામ સોમનાથથી ગાંધીનગર સુધી પદયાત્રા કરવાના છે ત્યારે આ સમગ્ર મુદ્દે પણ રાજુ કરપડા દ્વારા પોતાના જેલના સાથી પ્રવીણ રામ ઉપર પણ ગંભીર પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા હતા જેમાં પ્રવીણ રામને ખેડૂતો બચાવો યાત્રા નહીં પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના વિશ્વાસ બચાવો યાત્રા કરવી જોઈએ તેવી જાહેરમાં શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા તે ઉપરાંત રાજુ કરપડા પક્ષમાં જોડાઈ તો ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો તેમના મંતવ્ય પણ જાણવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતોએ ઉપકાર કર્યો હતો કે રાજુ કરપડા જે પક્ષમાં જશે તે પક્ષમાં ખેડૂતો તેનો સાથ આપશે આ ઉપરાંત સુરત અને અમદાવાદમાં બેઠેલા આપ નેતાઓને જ અન્ય પાર્ટીમાં રજૂ કરપડા જાય તેની તકલીફ હોવાનું જાહેર મંચ ઉપરથી રાજુ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજુ કરપડા હવે સામસામે આવી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે જેલના સાથી મિત્ર પ્રવીણ રામને રાજુ કરપડા દ્વારા ટકોર કરવામાં આવી હતી કે પાંચ મહિનાના અભ્યાસથી કાંઈ ખેડૂત નેતા ના થઈ જવાય તેના માટે સંઘર્ષ કરવો પડે ખેડૂતોની લડત લડવી પડે અને પાંચ મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા તરીકેની છાપ પણ ઊભી ન કરી શકાય જાતે ટેક લગાવે તો ખેડૂતોના દિલમાં સ્થાન નથી મળતું આમ આદમી પાર્ટી ખેડૂત નેતા તરીકે પ્રવીણ રામને બનાવવા માંગે છે બાલમંદિરથી ગ્રેજ્યુએશન સુધી સારો અભ્યાસ કરે અને જે ડિગ્રી પ્રાપ્ત કરે ત્યાં સુધી પ્રવીણ રામ પણ પહોંચે અને ત્યારબાદ ખેડૂતોમાં સ્થાન બનાવે તેવી હું પણ શુભેચ્છાઓ પાઠવું છું તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!