GUJARAT
થરાદની મુખ્ય નર્મદા કેનાલની બંને બાજુ રોડ પર ગાડા બાવળોનું સમ્રાજ્ય

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદથી રામપુરા જતાં મોટી મેઇન નર્મદા કેનાલની બાજુમાં આવેલ સર્વિસ રોડ તથા ગાડા–બાવળ માર્ગ પર વધેલા જંગલી ઝાડિયા વાહનચાલકો તથા ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની રહ્યા છે. ખેતર વિસ્તારમાં રહેતા ખેડૂતોનું કહેવું છે કે રોડ પર આવી ગયેલી ગાડા અને બાવળની જાડીઓના કારણે ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. અંધારાપછી અકસ્માતની શક્યતાઓ પણ વધે છે.
સ્થાનિક ખેડૂત લક્ષ્મણભાઈ સોલંકી એ જણાવ્યા મુજબ, નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જો આ જાડીઓની કટીંગ કરવામાં આવે તો રસ્તો સાફ અને ખુલ્લો બની શકે છે જેથી વાહન ચલાવવું સરળ બને અને અકસ્માતના જોખમોમાં ઘટાડો થાય.



