GUJARAT

જંબુસર તાલુકા ના કાવી ગામે હાથિયા ખાડી વિસ્તાર મા વોટરશેડ સમિતી ધ્વારા બનાવેલ તળાવ ગ્રામજનો મા આકર્ષણ નું કેન્દ્ર બન્યુ.

જંબુસર તાલુકાના કાવી ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ વોટરશેડ પ્રોજેક્ટ દ્વારા નવનિર્માણ તળાવ ને સમિતી ના સભ્યો ધ્વારા લોક સહકાર થી નવુ સ્વરૂપ અપાતા આ સ્થળ કાવી સહિત આજુબાજુ ના ગામ ના ગ્રામજનો મા આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ હોવાના તથા આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહયુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર તાલુકા ના કાવી ગામ નજીક હાથિયા ખાડી વિસ્તાર આવેલ છે.આ વિસ્તાર એકદમ બંજર હતો.અને આ વિસ્તાર માં અમાસ અને પૂનમ માં દરિયાનું પાણી બંજર જમીનમાં ફરી વળતું હતું.તેમજ ચોમાસાની ઋતુમાં આજુબાજુના ખેતરોનું ધોવાણ થતું હતું.તદુપરાંત આજુબાજુ ના ગામો નુ ચોમાસાનું વરસાદનું મીઠુ પાણી દરિયામાં વહી જતું હતું. આ બંજર જમીન નો કેવી રીતે સદુપયોગ થાય અને ગામના ખેડૂતોને ભવિષ્યમાં સિંચાઇ નો લાભ થાય તે હેતુથી કાવી વોટરશેડ સમિતિ દ્વારા આ તળાવ નું સુંદર તેમજ અદભૂત નિર્માણ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. અને પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ વોટરશેડ પ્રોજેક્ટ દ્વારા હાથિયા ખાડી વિસ્તાર મા સુંદર તળાવ ના નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી.તે દરમ્યાન કાવી જ ગામના કોન્ટ્રાકટર દ્વારા સમયસર પાણીના નિકાલ માટે તળાવ મા આઉટ લેટ ન બનાવતા તળાવ ઓવર ફ્લો થતાં પાણીના નિકાલ ન થવાને કારણે આ તળાવ ગત ચોમાસમાં તૂટી ગયું હતું.જે તૂટવાથી પાણી થી છલોછલ ભરાયેલ તળાવ નુ પાણી દરિયા મા વહી ગયુ હતુ.ત્યારબાદ આ નવનિર્મિત તળાવ નુ પાણી વહી જતુ રોકવા તેના ઉપર પાળો બાંધવાનું કામ વોટરશેડ સમિતિ ના સેક્રેટરી સાજીદ મુન્શી દ્વારા સ્વખર્ચે કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વોટર શેડ સમિતિ ધ્વારા તળાવ બનાવી દીધુ હતુ. અને આ સ્થળે આવવા માટે પાકા રસ્તા સહિત લોક ફાળા થી તળાવ ની ફરતે સોલાર લાઈટો નાંખવા મા આવતા આ વિસ્તાર રાત્રી ના સમયે ઝગમગી ઉઠે છે.વોટરશેડ સમિતિ ના ચેરમેન, સેક્રેટરી સાજીદ મુન્શી તથા સમિતી સભ્યો ની મહેનત આખરે રંગ લાવી છે.અને તેમા પાણી નો સંગ્રહ થતા આજુબાજુ ના ધરતીપુત્રો સિંચાઇ માટે પાણી લઈ રહયા છે.આ ઉપરાંત કાવી ગામના તેમજ આજુબાજુના ગામના લોકો આ તળાવ ઉપર મોટી સંખ્યામાં ફરવા આવી રહ્યા છે. હાલ મા ઈદ ના પર્વે મોટી સંખ્યા મા તળાવે પરિવાર સાથે ઉમટી પડયા હતા. વોટરશેડ સમિતિ ના સેક્રેટરી સાજીદ મુન્શી એ જણાવ્યુ હતુ કે જરૂરી પરવાનગી મેળવી ને આ સ્થળે કાવી સહિત આજુબાજુ ના ગ્રામજનો માટે તળાવ મા બોટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા નુ સમિતિ ધ્વારા આયોજન થઈ રહ્યુ છે. આ જોતાં એમ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આ સ્થળ એક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામશે અને તેનો લાભ કાવી કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ખાતે આવતા દર્શનાર્થીઓ પણ લે તો નવાઈ નહિ

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!