GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાલોલ ખાતે તાલુકા કક્ષાનો સહકારી સેમીનારમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો હાજર રહ્યા.

 

તારીખ ૦૪/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત સરકાર ના” સહકારથી સમૃદ્ધિ” ની પરીકલ્પના ને સાકાર કરવા સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત જીએસસી બેંક અમદાવાદ દ્વારા તાલુકા કક્ષાનો સેમિનાર બુધવારના રોજ એનએમજી હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં લાલ દરવાજા પાસે કાલોલ સવારના 10:00 કલાકે યોજાયો હતો જેમા ધી પંચમહાલ ડી.કો ઓ બેંકના સીઈઓ રસેશ શાહ તેમજ ધી પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટરો અને પંચમહાલ ડેરીના ડિરેક્ટરો તેમજ કાલોલ તાલુકા, હાલોલ તાલુકા, ઘોઘંબા તાલુકા અને જાંબુઘોડા તાલુકાના દૂધ મંડળી સોસાયટી અર્બન બેંક અને પગારદાર કર્મચારી મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી સંસ્થાઓ વચ્ચે સંકલન કરવા તથા નાના નાના ગામમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા ડિજિટલ ટેકનોલોજી નો લાભ મહત્તમ રીતે લેવાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના છુટક વેપારી, કારીગર વર્ગ, પગારદર કર્મચારીઓ, કિસાન અને ક્રોપ લોન,ખેતી વિષયક ધિરાણ, વેપારીઓ માટે ધિરાણ ,ટુવિલર ફોરવીલર અને સોલર પેનલ માટે ધિરાણ ની માહિતી આપવામાં આવી હતી.સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલન વધે અને સહકારી સંસ્થાઓ સમૃદ્ધ બને તે માટે એક બનવા અપીલ કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!