કાલોલમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત જન આક્રોશ યાત્રામાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા.

તારીખ ૩૧/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં કોંગ્રેસ આયોજીત જન આક્રોશ યાત્રા તાલુકાના અલીન્દ્રા ચોકડી પાસે આવી પહોંચેલી યાત્રા ત્યાંથી પ્રસ્થાન કરી યાત્રા નગરમાં યોજાઇ હતી જ્યાં જન આક્રોશ યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ આગેવાનો સાથે જીલ્લા કોંગ્રેસ, કાલોલ તાલુકા અને નગરના કોંગ્રેસ આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ શિશ નમાવી ફુલહાર કરી વર્તમાન સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ.તુષારભાઈ ચૌધરી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પુર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવા,પ્રદેશ કોંગ્રેસ નેતા ભીખાભાઇ રબારી અને હાલોલ વિધાનસભાના પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયા સહિતના કોંગ્રેસના અગ્રણી આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ગુજરાતની જનતાના પ્રશ્નો-તકલીફ-દર્દ-પીડા અને આક્રોશને વાચા આપવા ફાગવેલ ગામથી દશ દિવસ અગાઉ નિકળેલ ‘જન આક્રોશ યાત્રા દશમાં દિવસે મોડી સાંજે કાલોલ નજીક અલીંદ્રા ચોકડી પાસેથી હાઇવે માર્ગથી કાલોલ શહેરમાં આવી પહોંચી હતી જ્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કાજલબેન પરમાર,જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપમમુખ રફીકભાઇ તિજોરીવાળા, કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર,તાલુકા કોંગ્રેસ મહામંત્રી કિરણભાઈ પરમાર,કાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ પીયુષ પરમાર, પ્રદ્યુમનસિંહ પરમાર,ગજેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ જાદવ, અશોકભાઇ ઉપાધ્યાય સહિત કોંગ્રેસના આગેવાનો,હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન આક્રોશ યાત્રામાં સામેલ મહાનુભાવોનું કાલોલ સરદાર ભવન,કોંગ્રેસ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.







