GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બોલબાલા ટ્રસ્ટ દ્વારા સતત વરસાદના પગલે ગરીબ પરિવારોને ગરમ ભોજન પીરસાયુ

તા.૨૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેરમાં શનિવાર રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો પર આફત ન આવે તે માટે જુદી-જુદી સંસ્થાઓ અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કરતા હોય છે ત્યારે બોલવાલા ટ્રસ્ટ દ્વારા પણ રેસકોર્સ મેળા ગ્રાઉન્ડ આસપાસ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારોને ગરમા ગરમ ભોજન વિતરણ કરાયું હતું.

બોલબાલા ભોજનપ્રસાદ અન્નપૂર્ણા રથ દ્વારા ધરોહર લોકમેળા આસપાસ રહેતા ગરીબ પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજકોટમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કોઈ ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સતત માર્ગદર્શન મળી રહ્યું છે ત્યારે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ રાજકોટ દ્વારા પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વિવિધ સંસ્થાઓ પણ અસરગ્રસ્તોના સહારે આવી છે.

Back to top button
error: Content is protected !!