દેલોલ ખાતેથી ‘સરદાર@ ૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં સહભાગી બન્યા.

તારીખ ૧૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ કાલોલ તાલુકાના દેલોલ હાઈસ્કૂલથી થી રાબોડ ગામ સુધીની આ ઐતિહાસિક પદયાત્રામાં સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય, કાલોલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે સન્માન્ય કાર્યકર્તાઓ તથા યુવાનો, વિધાર્થીઓ અને બહોળી સંખ્યામાં હાથમાં તિરંગો લઈને યાત્રામાં સહભાગી બન્યા હતા.ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન “સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ ” અંતર્ગત કાલોલ તાલુકાના દેલોલ હાઈસ્કૂલ ખાતેથી ૧૮-પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા કાલોલ વિધાનસભા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં બહોળી સંખ્યામાં કાલોલ તાલુકા સહિત કાલોલ નગરજનોએ ભાગ લીધો હતો.આ પદયાત્રાનો પ્રારંભ દેલોલ હાઈસ્કૂલ થી કરવામાં આવ્યો હતો જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાબોડ ગ્રામપંચાયત ખાતે કરવામાં આવી હતી. પદયાત્રીઓએ’એક ભારત, આત્મનિર્ભર ભારત’અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચાર સાથે પદયાત્રા કરી હતી. અંદાજીત આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને તાલુકા વાસીઓએ ઠેર ઠેર વધાવી લીધી હતી.દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકરો યુવાનો,વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, આગેવાનો બહોળી સંખ્યામાં તાલુકા વાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.







