આણંદ – ખંભાતના દંપતીને અંતિમ વિદાય મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી
આણંદ – ખંભાતના દંપતીને અંતિમ વિદાય મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 23/05/2025 -:અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખંભાતના દંપતીના પાર્થિવ દેહને તેમના વતનમાં લાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કુલ 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. તેમાં ખંભાતના ચોકમાં રહેતા હેમંત પંડ્યા અને તેમના પત્ની નેહા પંડ્યાનો પણ સમાવેશ થાય છે.
મૃતક દંપતીના સંતાનો અમદાવાદ પહોંચ્યા બાદ ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ખંભાત ખાતેના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા.
અંતિમ વિદાય વેળાએ ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ, મામલતદાર મનીષભાઈ ભોઈ, ડીવાયએસપી એસ.બી. કુંપાવત અને શહેર પીઆઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાજના અગ્રણીઓ અને આસપાસના વિસ્તારના રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી મૃતક દંપતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.