GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર માં આવેલ “જાગૃતિ હોસ્પિટલ” નું મોટું સાઈન બોર્ડ અકસ્માતે નીચે પડતા અફડા તફડીનો માહોલ સર્જાયો

સંતરામપુર નગર ના બાયપાસ ચોકડી નજીક આવેલ” જાગૃતિ હોસ્પિટલ” ના મકાન ઉપર લગાવેલ મોટું સાઈન બોર્ડ બોર્ડ તાજેતરમાં અચાનક તુટીને નીચે પડી જતા અફડા તફડી નો માહોલ સર્જાયો. હતો.

રિપોર્ટર…..
અમીન કોઠારી મહીસાગર…..

તારીખ 30 એપ્રિલ 2025, બપોરના આશરે 3 વાગ્યાના સુમારે સંતરામપુર ખાતે આવેલ જાગૃતિ હોસ્પિટલની ઉપર સ્થાપિત દવાખાનાનું બોર્ડ અચાનક નીચે પડી ગયું હતું. અણધારી રીતે ઘટેલી આ ઘટનામાં બોર્ડ નીચે પડતાં ઘટના સ્થળે પાર્ક કરાયેલ એક કાર તથા એક મોટર સાયકલને નુકસાન થયું હતું.

 

સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં થઇ હોવા છતાં, ઘટના સ્થળે હાજર બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અને બનાવની જાણ થતાની સાથે જ જાગૃતિ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને તબીબી સારવાર આપી અને તમામના થતા નુકસાનની રકમ ભરપાઈ કરાઈ હતી.

 

આ ઘટનાને લઈ સ્થાનિક લોકોને થોડાક સમય માટે અફડા-તફડીનો માહોલ અનુભવાયો હતો, પરંતુ સ્થાનિક લોકો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ત્વરિત કામગીરી થઈ જતા સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો.

Back to top button
error: Content is protected !!