વાડીયા (કાલાઘોડા) ગામે ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનો દીપડા એ કર્યો શિકાર. પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડવા માટે ઉઠી લોક માંગ

0
57
વાત્સલ્યમ્ સમાચાર

વાડીયા (કાલાઘોડા) ગામે ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનો દીપડા એ કર્યો શિકાર. પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડવા માટે ઉઠી લોક માંગ

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

Screenshot 20230913 121641 1

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા ગામે ગત રોજ રાત્રિના સમય દરમિયાન જંગલી દીપડાએ ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનું શિકાર કરેલ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે. અને આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

IMG 20230913 121744 1ઉલ્લેખની એ છે કે તિલકવાડા તાલુકા માં ઘણા એવા વિસ્તાર છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે અને અવાર નવાર આ જંગલી જાનવરો પશુઓ ઉપર હુમલો કરવાની ઘટના પણ બનતી હોય છે હાલ થોડા સમય પહેલા રોઝાનાર ગામે અને ત્યાર બાદ વંઢ ગામે દીપડાએ પાડી નો શિકાર કરવાની ઘટના બની હતી ત્યાર બાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરેલ હોવાની પણ ઘટના બની હતી. હાલ વધુ એક ઘટના સામે આવી છે જ્યાં તિલકવાડા તાલુકાના વાડિયા ( કાલાઘોડા) ગામે રહેતા ઉકેડભાઈ શંકરભાઈ બારીયા જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીને ગત રોજ રાત્રિના સમય દરમિયાન દીપડાએ શિકાર કરીને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે. હાલ આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને દિવસ હોય તે રાત ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here