BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના વરદહસ્તે હેલ્પલાઈન/ફરીયાદ નિવારણ સેન્ટરનો પ્રારંભ કરાયો

ભરૂચ- મંગળવાર- જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાના વરદહસ્તે હેલ્પલાઈન/ફરીયાદ નિવારણ સેન્ટરનો ચૂંટણી શાખા કલેકટર કચેરી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચ દ્રારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪મા ચૂંટણી લક્ષી ફરીયાદનો ઝડપથી નિકાલ કરવા cVIGIL નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકો આ કંટ્રોલરૂમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે. ચૂંટણી ખર્ચને લગતી ફરીયાદો માટે કંટ્રોલ રૂમ ફોન નં.૧૮૦૦૨૩૩૦૦૧૫ પર જાણ કરી શકશે.

cVIGIL –  ભારતના આ અંગે કોઈ પણ વ્યકિત મોબાઈલ એપ દ્રારા ચૂંટણી લગતી ફરીયાદ (આચારસંહિતા કે ખર્ચ સબંધી ફરીયાદ) ચૂંટણી અધિકારીશ્રીને કરી શકે તે માટે મોબાઈલ એપ cvigil.eci.gov.in  ઉપલબ્ધ છે. સદર મોબાઈલ એપ ઉપર આચાર સંહિતા કે ખર્ચ બાબતની ફરીયાદ હોય તો તે અંગેના લાઈવ ફોટોગ્રાફસ/વિડીયો ચૂંટણી અધિકારીશ્રીને મોબાઈલ એપ મારફત મોકલવાના રહે છે. જે બાબતે ચૂંટણી અધિકારીશ્રી દ્રારા તાત્કાલીક સદર વિસ્તારની ફલાઈંગ સ્કવોડને વિગત મોકલી સ્થળ તપાસ કરાવી મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી મારફત જરૂરી વિગતો તાત્કાલીક મેળવી કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!