વાંસદામાં ઉપસળ ગામે બાળકી પર હુમલો કરનાર દીપડી પાંજરે પુરાઇ :

વાંસદામાં ઉપસળ ગામે બાળકી પર હુમલો કરનાર દીપડીપાંજરે પુરાઇ :
પ્રિતેશ પટેલ વાંસદા
સાંસદ ધવલભાઈ પટેલ ની રજુઆત વન વિભાગ ની મહેનત રંગ લાવી :
વાંસદા પંથક ની જનતા એ રાહત નો દમ લીધો :
વાંસદા તાલુકા નાં ઉપસળ ગામના નિશાળ ફળિયામાંથી અમ્રતભાઈ ધનજીભાઈના ઘર નજીક આજે વહેલી સવારે આશરે ૪:૩૦ કલાકે દીપડી વન વિભાગના પાંજરામાં પુરાઈ હતી , આશરે ૧ વર્ષ જેટલી ઉંમર ધરાવતી દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ દિપડી નો વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબજો લઈ વધુ કાર્યવાહી શરૂ કરી , વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ કર્યો હતો હમલા બાદ વન વિભાગ ની ટીમ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી
વાંસદાના ઉપસળ ગામ ખાતે સાંજના સમયે પોતાના ઘર નજીક જ રમી રહેલ એક ૧૦ વર્ષની બાળા પર દીપાએ કરેલ હુમલામાં બાળાને ગળાના ભાગે ગંભીર ઈજા પોચી હતી, દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થધેલ આ બાળાની હાલ સુરત ખાતે સારવાર ચાલી રહી છે. આ બનાવના બે જ દિવસ બાદ વાંસદાના જ મોટી વાલઝર ગામે પોતાની માતા સાથે પોતાના કાકાના ઘર તરક જઇ રહેલ એક છ વર્ષાની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જો કે, બાળકી સાથે જઈ રહેલ તેની માતાએ પોતાની પુત્રીને બચાવવા માટે દીપડાનો હિંમતભેર સામનો કરી પુત્રીને બચાવી લીધી હતી.
વાંસદા તાલુકામાં બાળકીઓ પર હુમલાની જે બે ધટના સામે આવી છે. જે અંગે એવું તારણ કાઢવામાં આવી રહવું છે કે, નાના બાળકોની ઉચાઇ ઓછી હોવાથી, તેઓ જ્યારે વાંકા વળીને રમે છે, ત્યારે દીપડા તેને પોતાનો શિકાર સમજી તેમના પર હુમલો કરે છે. જયારે પુખ્ત વયની ભક્તિ સામે આવી ચડે ત્યારે દીપડો તેને પોતાને માટે જોખમી સમજી તેના પર હુમલો કરવાનું ટાળે છે. આ સંજોગોમાં વાલીઓ પોતાના બાળકોને સાંજના સમયે બહાર રમવા ન મોકલે તે જરૂરી છે
નવસારી જીલ્લો દીપડાઓ માટે અભ્યારણ બની રહયો છે. એક અનુમાન મુજબ નવસારી જિલ્લામાં હાલ ૧૦૦ થી વધુ દીપડા હોવાની સંભાવના છે. ત્યારે
વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે છ એક દિવસ અગાઉ પરઆંગશે રમી રહેલી એક ૧૦ વર્ષીય બાળકી ઉપર દીપડાએ હુમલો કરી ગળામાંથી પકડી લઈ
તેનો શિકાર કરવાનો પ્રયાસ કરયો હતો. જેમાં બાળકીને ૨૨ ટાંકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર આપી તેનું ઓપરેશન કરાયું હતં.
આ ઘટનામાં વન વિભાગ હજુ દીપડાને પકડે એ પુર્વે નજીકના ઉપસળ ગામે ચારેક દિવસ અગાઉ દીપડાએ કરી એક છ વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવવાનો
પ્રયાસ કર્યા હતો. પોતાની માતા સાથે કાકાને ધેર જઈ રહેલી બાળકી ઉપર દીપડાએ તરાપ મારતા માતાએ હિંમત દાખવી પોતાની પુત્રીને બચાવી લીધી હતી. જેમાં બાળકીને પોતાની પાસે લઈ દીપડા પર વાર કર્યો હતો. પરંતુ દીપડાએ માતા પર પણ હુમલો કર્યા હતો, પરંતુ માતાએ હિંમતપૂર્વક દીપડાનો સામનો કરતાં, પોતાની પાસે રહેલ મોટી બેટરી વડે દીપડાના મોં પર મારવા સાથે બુમાબુમ કરતાં, અન્ય લોકો આવી જતા દીપડો છીમ મા ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં બાળકીને વાંસદાની શ્રી હોસ્પિટલમાં ખશેડતા તેના ગળામાં ૧૦ ટાકા લેવા પડ્યા છે.
આ ધટના બાદ વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ની રજુઆત ના પગલે વન વિભાગ હરકત મા આવ્યુ હતુ વાંસદાના વન વિભાગના અધિકારીઓ સહિત વલસાડના ઉત્તર વર્તુળના ઉચ્ય અધિકારીઓ, ડાંગ જિલ્લા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને પકડવા માટેની કવાયત હાય ધરી હતી. સાથે જ દક્ષિણ ગુજરાત બહારથી પલ દીપડાને પકડવામાં નિષ્ણાંત એવી દાહોદ જિલ્લાની બારીયા વન વિભાગની ટીમને બોલાવી છે. આ સાથે ઉપસળ અને મોટી વાલઝર સહિતના વિસ્તારોમાં ૧૫ જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે. તેની સાથે ટ્રેસ કરવા ૧૫ ટ્રેપ ડેમેસ ૧૭
વારલેસ સીસીટીવી કેમેરા તેમજ ડોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. સાધે જ ત્રણ ડાર્ટ ગન પલ્ છે અને
સ્થાનિક ગ્રામજનોને જાગૃત કરવા માટે રિક્ષા ફેરવી સાંજના સમવે શું ધ્યાન રાખવું? એની માહિતી પણ આપવામાં આવી રહી છે
ત્યાર બાદ આજ રોજ વાંસદા તાલુકા નાં ઉપસળ ગામના નિશાળ ફળિયામાંથી અમ્રતભાઈ ધનજીભાઈના ઘર નજીક આજે વહેલી સવારે આશરે ૪:૩૦ કલાકે દીપડી વન વિભાગના પાંજરામાં પુરાઈ હતી , આશરે ૧ વર્ષ જેટલી ઉંમર ધરાવતી દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો અને સાંસદ ધવલભાઈ પટેલ નો આદિવાસીઓ પ્રત્યે નો પ્રેમ અને દિપડી ને ઝબ્બે કરનાર વનવિભાગ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો



