GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રાજપર ( કું ) ગામની સીમમાંથી દેશી જામગરી બંદુક સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના રાજપર ( કું ) ગામની સીમમાંથી દેશી જામગરી બંદુક સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના રાજપર ( કુંતાશી ) ગામની સીમમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા મોરબી તાલુકાના રાજપર ( કુંતાશી ) સીમમાંથી એક ઇસમ પોતાના હાથમાં દેશી બનાવટની જામગરી બંદુક કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી કરીમભાઇ ફુલુભાઇ લુણાઇ ઉવ-૪૫ રહે. ઉંટબેટ સામપર તા-જી મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.





