MORBI: મોરબીના વનાળીયા ગામની સીમમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા




MORBI: મોરબીના વનાળીયા ગામની સીમમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે વનાળીયા ગામની સીમમાં ખેવારીયા જવાના માર્ગે ખુલ્લામાં રમાતા તીન પત્તીના જુગાર પર દરોડો પાડી સાત ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹૧,૦૦,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓ:ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા (રહે. વનાળીયા ગામ, તા.જી. મોરબી) યુનુસભાઈ હાજીભાઈ સુમરા (રહે. વનાળીયા ગામ, તા.જી. મોરબી) જુસબભાઈ સલેમાનભાઈ સુમરા (રહે. માધાપર શેરી નં.-૨૨, મોરબી) ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (રહે. વીસીપરા, પ્રજાપતિ નડિયાના કારખાના પાછળ, મોરબી) માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા (રહે. અંજની એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી / મૂળ રહે. ભરતનગર) હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા (રહે. રિલીફ નગર, જૂના સેવાસદન પાછળ, મોરબી-૨) ઈશાભાઈ મુસાભાઈ સુમરા (રહે. વનાળીયા ગામ, તા.જી. મોરબી) કુલ જપ્ત કરાયેલો મુદ્દામાલ: રોકડ રકમ:₹૮૦,૨૦૦/-મોબાઈલ ફોન: ૦૫ નંગ (કિંમત ₹૨૦,૫૦૦/-) કુલ કિંમત: ₹૧,૦૦,૭૦૦/- તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.


