BHUJGUJARATKUTCH

લાલન કૉલેજ ખાતે ભાવક મૂલ્યાંકનમાં થઈ ગ્રંથ સમીક્ષા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૬ ડિસેમ્બર :  ભુજની આર. આર. લાલન કૉલેજ મધ્યે ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ યોજાઈ ગયો. ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને કચ્છમિત્ર વર્તમાનપત્ર તેમજ લાલન કૉલેજ જ્ઞાનધારા અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં આરંભે શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્યશ્રી ડૉ. સી. એસ. ઝાલાસાહેબે કર્યું હતું અને તેમણે આજના આ ટેકનોલોજીના યુગમાં વાંચનનું મહત્વ સમજાવી અને વિદ્યાર્થીઓને વાંચન તરફ પ્રેરિત કર્યા હતા ત્યારબાદ ઇન્સ્ટિટયૂટની પ્રવૃત્તિઓ વિશેનો આલેખ તેમજ ભાવક મૂલ્યાંકન કાર્યક્રમના ઉપક્રમ વિશે ઇન્સ્ટિટ્યૂટમાંથી પધારેલા શ્રી રસનિધિ અંતાણીએ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કોલેજના વિદ્યાર્થીઓ ભુવા રોશની, આશર કશિશ, મહેશ્વરી ભાગ્યલક્ષ્મી, વાઘેલા પૂજા, નિસર્ગ મહેતા, જોષી આરતી, કુંભાર નુસરત, જત ખદીજા, જોશી શુચિએ ભાવક મૂલ્યાંકન અંતર્ગત પોતે પસંદ કરેલી વિવિધ ભાષાની કૃતિઓની સમીક્ષા રજૂ કરી હતી અંતમાં ઇન્સ્ટિટ્યૂટના શ્રી હરેશભાઈ ધોળકિયાએ વિદ્યાર્થીઓને જીવનલક્ષી કેટલાક અનુભવો અને સાંપ્રત પ્રવાહોથી માહિતગાર કરી અને રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટયૂટ તરફથી રોકડ પુરસ્કાર અને પુસ્તકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સાથે અધ્યાપકોને પણ ઇન્સ્ટિટયૂટે પુસ્તકોથી પુરસ્કૃત કર્યા હતા.આ તબક્કે કોલેજના અંગ્રેજી વિભાગના ડૉ. મેહુલ મકવાણાએ સંચાલન કર્યું હતું અને આભારવિધિ જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ. ચૈતાલી ઠક્કરે કરી હતી. કાર્યક્રમનું સમગ્ર આયોજન જ્ઞાનધારાના ડૉ. શૈલેન્દ્ર પ્રતાપ અને ડૉ. રાજેન્દ્ર બાંભણિયાએ સંભાળ્યું હતું.

Back to top button
error: Content is protected !!