GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પ્રામાણિકતા નું જીવતું જાગતું ઉદાહરણ એટલે માઁ શક્તિ ટેલર ના દરજીકામ કરનાર અર્જુનભાઇ ભાઈલાલભાઈ પરમાર.

 

તારીખ ૨૦/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર ના બોરું ટર્નિંગ વિસ્તાર માં ઇનોક્ષ રોડ પર આવેલ માઁ શક્તિ ટેલર ના માલિક અને દરજીકામ કરતા સ્વભાવે મૃદુ અને શાંત અર્જુનભાઇ ભાઈલાલભાઈ પરમાર ની લેડીઝ ના કપડાં સિવવાની દુકાન આવેલ છે અને તેઓ દરજીકામ નું ઉત્તમ કાર્ય કરે છે જેટલી જ એમની કામની ચોકસાઈ છે એટલા જ એમના જીવન ના વિચારો આદર્શ ઉત્તમ છે પોતે હનુમાનજી ના પરમ ભક્ત હોવાની સાથે સાથે જીવન માં ક્યારેય જૂઠ ન બોલવું,ખોટું લેવું નહીં તથા કોઈનું ખોટું કરવું નહીં આવી વિચારધારા ધરાવતા અર્જુનભાઇ ની દુકાન પર તારીખ ૦૩/૦૨/૨૦૨૬ ના રોજ બોરું ટર્નિંગ ના અમીન કોમ્લેક્સ ના માલિક અને નિવૃત પ્રાથમિક શિક્ષિકા વર્ષાબેન દેસાઈ તેમની દુકાને પોતાના બ્લાઉઝ સિવડાવવા અને સાડી ને ફોલ ઇન્ટરલોક કરાવવા ગયેલ હતા અને ત્યાં સિવડાવવાના કપડાં આપીને પોતાના ઘરે જતા રહેલ હતા ત્યારબાદ જ્યારે અર્જુનભાઇ દ્વારા કપડાં સિવવા માટે સાડીઓ ખોલતાં સાડીમાં મૂકી રાખેલ રૂપિયા 13,500/- જેટલી મોટી રકમ નું નાનું પર્સ મળી આવતા તેમને તાત્કાલિક બેન ને ફોન કરીને તેમને પર્સ પરત કરેલ હતું.અર્જુનભાઇ ની ઇમાનદારી જોઈને બેન ભાવુક થઈ જઈ ને પોતે નિવૃત શિક્ષિકા હોઈ અર્જુનભાઇ ના જીવન માં એમના શિક્ષક અને મા-બાપ દ્વારા મળેલ સંસ્કારો અને સાચું શિક્ષણ જોઈને ગદ્ ગદ્ થઈ જઇ એમનો આભાર વ્યક્ત કરેલ હતો એટલે હજુ પણ કળિયુગ માં આવા પ્રામાણિક માણસો ને લઈને જ આ દુનિયા ચાલે છે.

Back to top button
error: Content is protected !!