કાલોલ પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં લોકદરબાર યોજાયો.

તારીખ ૦૮/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે કાલોલ અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર દ્વારા સંયુક્ત લોકદરબાર યોજાયો હતો જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ એ.બી. વોરા, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને વેજલપુર પીઆઈ એ.ઓ.ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ જિલ્લા પંચાયતની ૫ અને તાલુકા પંચાયતની ૨૪ સીટો માટે મતદાન થનાર છે. આ સંદર્ભે આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા, સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ અને વેજલપુર વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.







