HALOLPANCHMAHAL

હાલોલ- પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા કંપની કામદારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૧૨.૨૦૨૪

હાલોલના બાસ્કા નુરપુરા સ્થિત જગવિખ્યાત વાયર બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના હાલોલ તેમજ આજુ બાજુના તાલુકાના વિસ્તારમાં અલગ અલગ ૧૧ યુનિટો આવેલા છે. કંપનીમા કામ કરતા કર્મચારીઓમાં ભારે ઉત્સાહ ઉમંગ બની રહે અને કંપનીના કામદારો નહિ પણ એક પરિવાર બની મૈત્રીભાવ વધે તે માટે કંપની સંચાલકો દ્વારા પ્રતિ વર્ષે કામદારો અને તેઓના પરિવાર સાથે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત કામદારોની સંખ્યાને ને લઇ છેલ્લા ચાર રવિવારથી ચાલતા પોલી મિલન 2024-2025 કાર્યક્રમ નું આયોજન કંપની પરિષદમાં કરવામાં આવ્યું હતું.

યોજવામાં આવેલ મિલન સમારંભ માં છેલ્લી સંધ્યાએ કામદારોનો ઉત્સાહ વધારવા કંપનીના ચેરમેન ઈન્દર.ટી. જયસિંઘાણી તેમજ એક્ઝિક્યુટિવ ડાયરેકટર રાકેશ તલાટી, કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંતોષ સાવંત, તેમજ સી.એચ.આર. નીરજભાઈ કુંદનાની જેવા કંપનીના સિનિયર અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા કર્મચારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કંપનીના ચેરમેન તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહેતા કંપની ના કામદારો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ખાણી પીણી મોજ મસ્તી અને રમત ગમત માટે જુદી જુદી રાઇડસો ઉપરાંત ઓરકેસ્ટ્રા તેમજ લક્કીડ્રો નું પણ આયોજન કરવામા આવ્યુ છે જેમાં કંપની એ જ ઉત્પાદન કરેલ ચીજ વસ્તુઓ નું ડ્રો દ્વારા ગિફટ તરીકે આપવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના તમામ કામદારાએ ખુબ મજા લુટી આનંદ મેળવ્યો હતો.આ તબક્કે ચેરમેને કામદારોને સંબોધિત કરતા જણાવ્યું હતું. કે કંપની તમામ કર્મચારીઓ એ મારો એક પરિવાર છો,અને પરિવાર જ રહેશો,અને હું મારા પરિવાર માટે બનતા પ્રયાસો કરી તમામને આગળ લાવાની કોશીશ કરીશ અને ખુશ રહેવા આવા કાર્યક્રમો કરતા રહીશું. તેવીજ રીતે કંપની ના કામદારોએ પણ કંપનીના ચેરમેન સાહેબને કંપનીને વિશ્વસ્તરે લઈ જવાની ખાત્રી આપી હતી.જોકે પોલીકેબ કંપનીના સી.એસ.આર. દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ કરેલ છે.જેમાં લાખો રૂપિયા ના ખર્ચે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ બ્લડ બેંક ગત વર્ષ માં ખુલ્લી મુકવામાં આવી હતી.આ ઉપરાંત હાલોલ,જાંબુઘોડા,ઘોઘંબા આ ત્રણ તાલુકામા મફત તબીબી સારવાર અર્થે ફરતુ દવાખાનુ ચલાવવામા આવે છે.અને આવનાર સમય માં એક હોસ્પીટલ બનવાનું આયોજન થઇ રહ્યું છે. આજુબાજુના ગામડાઓ આંગણવાડી,સ્કુલો, ચેકડેમ, ટોયલેટો બનાવામાં આવ્યા છે.આ ઉપરાંત સરકારી બ્લોક,સાયન્સલેબ સ્કુલો બનાવી વિધાર્થીઓને લીડરશીપની તાલીમ આપેલ શાળાના ૩૫૦૦ વિદ્યાર્થીઓને લીડરશીપ તાલીમ આપવામાં આવે છે.જયારે ફેબ્રુઆરી 2025 માં પોલીકેબ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ની દીકરીઓના સમૂહ લગ્ન નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમ આધારભૂત અધિકારી સાથે વાત કરતા જાણવા મળી આવ્યું છે.

Back to top button
error: Content is protected !!