GUJARATKARJANVADODARA

કરજણ નગર પાલિકામાં ભાજપમાં મોટુ ભંગાણ

કરજણ નગરપાલિકા ના મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, ચાલુ કોર્પોરેટરો, માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

નરેશપરમાર. કરજણ,

કરજણ નગર પાલિકામાં ભાજપમાં મોટુ ભંગાણ

કરજણ નગરપાલિકા ના મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, ચાલુ કોર્પોરેટરો, માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

કરજણ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા.કરજણ નગરપાલિકા વર્તમાન પ્રમુખ શ્રી મીનાબેન ચાવડા નગરપાલિકા વર્તમાન ઉપપ્રમુખ શ્રી ભરતસિંહ અટાલિયા નગરપાલિકા વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વનરાજસિંહ રાઓલજી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રી દિગ્વિજયસિંહ અટોદરિયા નગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન કાઉન્સિલર શ્રી મહંમદ સાંધી નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિ વર્તમાન ચેરમેન શ્રી પ્રકાશભાઈ પરમાર કરજણ નગરપાલિકાના દસ વર્તમાન કોર્પોરેટરશ્રીઓ આ સિવાય ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, ચાલુ કોર્પોરેટરો, માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામભાઈ ધડુક તથા નગર પાલિકા પ્રમુખ હેમલ પઢની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીના મડામંત્રી મનોજ સોરઠીયાયે કરજણ નગર પાલિકાની ચૂંટણીમાં તમામ ૨૮ બેઠકો પર ઉમેદવારી નોંધાવીને ભવ્ય વિજય નોંધાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!