GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેરના ભારત પેટ્રોલ પંપ પાસે ઇકો કારમાં અગમ્ય કારણોસર આગ લાગી.મોટી જાનહાની ટળી

તારીખ ૦૩/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મધ્યપ્રદેશના પ્રવાસીઓ પાવાગઢ દર્શનાર્થે જતા સમયે આજ રોજ બપોરે કાલોલ શહેરના ભારત પેટ્રોલ પંપ આગળ ઇકો કારમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી ઈકો ગાડીમાં ફુલ 6 પેસેન્જર (ચાર પુરુષ, બે સ્ત્રી) સવાર હતા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આગ શા કારણે લાગી તેનું કારણ અકબંધ છે. પરંતુ આગ લાગતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે કાલોલના સ્થાનિકો દોડી આવ્યા હતા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી. સ્થાનિકોની સમયસૂચકતાના કારણે આગ કાબૂમાં આવી ગઈ હતી અને મોટી જાનહાની ટળી હતી.






