
સાયલા નાં વિસ્તારમાં પશુ ચોરી કરતો એક શખ્સ ઝડપાયો.
પશુ ચોરી કરતા રવિભાઈ રઘાભાઈ સિંધવ નામનો શખ્સ ઝડપાયો.
ઝડપાયેલા શખ્સે ચોરી કરેલી એક ભેંસ જસદણ ખાતે વેચી કબુલાત કરી હતી.
સાયલા પોલીસ સ્ટેશને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના અનેક વિસ્તારોમાં પશુ ચોરી કરતી ગેંગ ની રાવ ઉઠી હતી જેમાં રવિભાઈ રઘાભાઈ સિંધવ નામના શખ્સ ને પોલીસે ઝડપી પાડ્યો હતો. સાયલા નાં અમરશીભાઈ ડાયાભાઈ ગોલાણીએ થોડા દિવસ પહેલા પોતાના ભેંસો ચોરાઈ જવા બાબતે સાયલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.જેમા સાયલા પોલીસે તપાસ કરતાં ગંગા જમના સોસાયટી સામે ઝુપડામાં રહેતા આરોપી જીતુભાઈ વીહાભાઈ પરમાર કબુલાત કરી હતી કે તેનો ભાણો રવિભાઈ, રહે ખીરસરાધાર અને તેની કાકા ની દીકરી લતાબેન ગેલાભાઈ પરમાર,, રહે ,જસદણ . તેમજ આ બંને મળી ભેંસો વેચી દીધી કબુલાત કરતા સાયલા પોલીસ સ્ટેશને આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા



