કેશોદમાં ગો.વા.શ્રી વિઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે કેશોદમાં વિશાળ રક્તદાન શિબિર યોજાઈ.

કેશોદ લેઉવા પટેલ સમાજ ખાતે આયોજિત શિબિરમાં યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન; જયેશભાઈ રાદડિયા રહ્યા ઉપસ્થિત. કેશોદમાં શહેરના લેઉવા પટેલ સમાજ ખાતે સ્વર્ગસ્થ વિઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્યતિથિના નિમિત્તે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માનવસેવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કેમ્પમાં કેશોદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું શિબિરનો પ્રારંભ સવારથી જ થયો હતો અને રક્તદાન માટે ભાઈઓ તેમજ બહેનોનો સતત પ્રવાહ જોવા મળ્યો હતો. યુવાનોમાં ખાસ કરીને રક્તદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો સ્વૈચ્છિક રક્તદાન દ્વારા અનેક દર્દીઓને જીવનદાન મળી શકે તેવા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમને સમાજના વિવિધ આગેવાનો અને કાર્યકરોનો પણ સહયોગ મળ્યો હતોઆ પ્રસંગે જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાતાઓના સેવાભાવી અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને સમાજના દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરીને માનવસેવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુચારુ આયોજન, સ્વયંસેવકોની કામગીરી અને રક્તદાતાઓના ઉત્સાહને કારણે શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આયોજકોએ તમામ રક્તદાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






