GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં ભારે જનમેદનીએ જોરદાર જનજાતિય ગૌરવ યાત્રા નીકળી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, જનજાતિય ગૌરવ દિવસે વાંસદા ખાતે લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાસંદશ્રી ધવલભાઈ પટેલની આગેવાનીમાં તેમજ સંગઠનના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજને નવી પ્રેરણા આપતી, સમાજના યુવાનોને નવી ઉર્જા આપતી જોરદાર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, આ યાત્રામાં આદિવાસી સમાજના ૫૦ હજારથી પણ વધુ યુવાનો સહભાગી થઈ વાંસદા ગામને નવી દિશા દાખવી હતી.





