ધૈર્ય વિપુલભાઈ જોષી જે કલાસીકલ તબલામાં નાનપણ થીજ રસ ધરાવતા હતા.પોતાના રસના ક્ષેત્રમાં દિન પ્રતિદિન અથાગ મહેનત અને ગુરુજનોના માર્ગદર્શન હેઠળ ખુબ નામના મેળવી છે 11 વર્ષની નાની વયે બાલ્યકાળથીજ કલાસીકલ તબલામાં રૂચી ધરાવતા ધૈર્ય ની મેહનત ખુબ જ સરાહનીય રહીછે વર્ષ 2023ના સમયગાળા દરમિયાન રાજ્યકાક્ષાના યુથ ફેસ્ટિવલ અંતર્ગત સમગ્ર રાજ્યમાં તબલા વાદનમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.હાલમાં 2025 ના વર્ષ માં યુથ ફેસ્ટિવલ માં પણ ધૈર્ય એ પોતાની સંગીત પ્રત્યેની સમર્પિત ભાવનાને લીધે ફરી ગુજરાત યુનિવર્સિટી પ્રથમ આવી નામના મેળવેલ છે આ તકે નોંધણીય બાબત એ છે કે હંમેશા અવ્વલ આવવા પાછળ વ્યક્તિની ખુબ મહેનત જવાબદાર હોઈ છે ધૈર્ય રોજ5 થી 6 કલાક કલાસીકલ તબલા માટે રિયાઝ કરે છે.વર્ષ 2018થી આજ સુધીમાં 18 વર્ષની વયે આ ક્ષેત્રે મહારત મેળવેલ છે ધૈર્ય જોષી પોતાની આ સફળતા પાછળ માતા -પિતાના આશીર્વાદ અને ગુરુજનોના શિષ્ય માટેની લાગણી અને માર્ગદર્શનને માને છે અને સૌને વંદન કરી આશિષ માગે છે
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ