
તા.૧૫.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારીયા તાલુકાના સેવનીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહ ઊજવણી ના ભાગ રૂપે મેડિકલ કેમ્પ યોજાયો
“રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ” નાબુદી અભિયાન અતંર્ગત મોતિયા, જામર, અલ્પ દ્રષ્ટિ, બાળ મોતીયો, ત્રાસી આંખના દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. નિદાન પામેલ દર્દીઓને “દ્રષ્ટિ નેત્રાલય”આંખના હોસ્પિટલ દાહોદ ખાતે મોકલી આપવામાં આવ્યા માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયકુમાર ટીલાવત, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.નયન જોષી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારીઆ દેવગઢ બારીયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેવનીયા”રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ” કરવામાં આવ્યો જેમાં મેડિકલ ઓફિસર ડો. સુભાષ તરલ દવારા આંખના રોગો જેવા કે મોતિયો, જામર, ત્રાસી આંખો વગેરે રોગ વિશે સમજાવવા મા આવ્યું અને મોતિયાના દર્દીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. કુલ ૧૮૦ લાભાર્થીઓ નું ચેકઅપ કરતા ૪૬ દર્દીઓ ને આંખનું ઓપરેશન માટે મોકલી આપ્યા તથા બ્લડપ્રેશર ડાયાબિટીસ,લોહીની તપાસ કરવામાં આવી તેમાંથી ૦૫ દર્દીઓ ડાયાબિટીસ ના મળી આવ્યા વધું તપાસ અર્થે કાલે ફરીથી બોલાવવામાં આવ્યા અને ૧૬ દર્દીઓ ને હાયપરટેન્શન ના મળી આવ્યા તેમજ ટી.બી. રોગનું પણ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું જેમાં થી ૦૯ શંકાસ્પદ દર્દીઓ ના સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા, લેપ્રસી, મેલેરીયા પ્રોગ્રામની પણ માહિતી આપવામાં આવી. “રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ” પી.એચ.સી.ના આરોગ્ય સ્ટાફ Rbsk Team, MPHS,FHS, Staff Nurse, LT, Pharmacist, CHO, MPHW, FHW, Class-4 દ્વારા સફળ બનાવવામાં આવ્યો




