સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસકામોની વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં ચોટીલા આઉટ સાઇડ જેમાં ઝરિયા મહાદેવ મંદિર, મુનિ દેવળ મંદિર, અવાલીયા ઠાકર મંદિર, હેમતીર્થ, દસાડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, તરણેતર અને વચ્છરાજ બેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જ્યારે યાત્રાધામ સ્થળ તરીકે સાયલા લાલજી મહારાજની જગ્યા અને ધામા શક્તિમાતા મંદિરનો વિકાસ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત યાત્રાધામ સ્થળો માટે નવી મળેલી દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવી હતી કલેકટરએ જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા માટે વિસ્તૃત જાણકારી આપી હતી આ ઉપરાંત આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ તમામ પ્રાંત અધિકારીઓને ધાર્મિક પૌરાણિક સ્થળો કે જેનો વિકાસ કરવો જરૂરી હોય તેવા સ્થળોની નિયત નમુનામાં વિગતવાર દરખાસ્ત કરવા જણાવ્યું હતું આ બેઠકમા દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી સહિત સર્વે પ્રાંત અધિકારીઓ અને મામલતદાર હાજર રહ્યા હતા.





