GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્શી હાશ્મીએ પુરવઠા વિભાગના આયોજન અંગે બેઠકમાં જાણકારી આપી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા૧૯ ઓક્ટોબર : જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નવી ખોલવાની સરકારી વાજબી ભાવની દુકાનો, ટેકાના ભાવે ખરીદી, મર્જ એફપીએસ અન્વયેની દરખાસ્ત, સમિતીની બહાલી અન્વયે દુકાનોનું જાહેરનામું બહાર પાડવાની કાર્યવાહીની વિગત, ઇ-ટ્રાન્ઝેકશનની સમીક્ષા, તકેદારી સમિતિની બેઠક તથા પુર્નરચના, ઇ- કેવાયસી વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.  આ બેઠકમાં બાજરીના ટેકાના ભાવે ખરીદી માટેના કેન્દ્રો, રજિસ્ટ્રેશન તથા અન્ય સંલગ્ન બાબતની વિગતો રજૂ કરવામાં આવી હતી. મર્જ એફપીએસ અન્વયેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે સમિતિમાં મળેલી બહાલી અન્વયે કચ્છ જિલ્લામાં કુલ ૭ દુકાનોનું જાહેરનામું બહાર પાડવાની કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૪માં થયેલા વિતરણ (ઇ-ટ્રાન્ઝેક્શન)ની તથા NFSA-Non NFSA કાર્ડધારકોના ઈ-કેવાયસીની પ્રક્રિયાની સમીક્ષા કરાઇ હતી. ગ્રામ, શહેરી અને તાલુકામાં તકેદારી સમિતિની બેઠક બોલાવવા તથા સમયમર્યાદામાં પોર્ટલ પર વિગતો અપલોડ કરવાની અમલવારી કરવા જણાવાયું હતું. ઉપરાંત સમિતિની મુદત પૂર્ણ થઇ હોય તે રીન્યુ કરવાની પ્રક્રિયા હાથ સમિતિઓની પુનઃરચના કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિએ બેઠકમાં ઉપસ્થિત રહીને સરકારશ્રીના નિયમોનુસાર જાહેર વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.સમિતિના સભ્યોને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્શી હાશ્મીએ કચ્છના વિવિધ ગામોમાં સરકારી અનાજના જથ્થાની વિતરણ વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી.સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ નાગરિકોને અગવડતા ન પડે તેમ કામગીરી કરવા સૂચન કર્યું હતું. અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ભુજપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી, પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના પ્રમુખશ્રી મનુભા જાડેજા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી અનિલ ગોર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજરશ્રી જશંવત પરમાર સહિતસંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!