Rajkot: ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૨૬/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓ અને શાળાઓ આસપાસ તંબાકુ વેચાણકર્તા વિરુદ્ધ સઘન પગલાં લેવા સૂચના આપતા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશ
Rajkot: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીએ વિવિધ વિભાગ દ્વારા નાર્કોટિકસ ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ડો. ઓમ પ્રકાશે ડ્રગ્સ, મેડીકલ સ્ટોરમાં નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તંબાકુનું વેચાણકર્તા પર સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
કલેકટરશ્રીએ પોલીસ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓને ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોને ‘સે નો ટુ ડ્રગ્સ’ના શપથ લેવડાવવા, અસરકારક જનજાગૃતિના કાર્યક્રમો કરવા સૂચના આપી હતી.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલુ માસમાં એન.ડી.પી.એસ. ના ૪ કેસ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તેમજ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ અવેરનેસ કેમપેઇનની વિગતો રજુ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, પ્રાંત અધિકારીશ્રીઓ, એસ.ઓ.જી., ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






