GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાની ૧૮૧ અભયમ ટીમ દ્વારા નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરાઈ

તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત નારી વંદન ઉત્સવ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૦૧ થી ૦૮ ઓગસ્ટ સુધી અલગ અલગ થીમ હેઠળ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ નારી વંદન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમ દ્વારા પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસ, બીજા દિવસે બેટી બચાવો, બેટી પઢાવો દિવસ, ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસ, ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસ, પાંચમા દિવસે મહિલા કર્મયોગી દિવસ, છઠ્ઠા દિવસે મહિલા કલ્યાણ દિવસ અને સાતમા દિવસે મહિલા બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુદી જુદી કોલેજ શાળાની વિદ્યાર્થીનીઓ તથા જુદી જુદી સંસ્થાઓમાં જઈને મહિલાઓને ૧૮૧ ટીમનાં કાઉન્સેલર દ્વારા ઘરેલુ હિંસા, છેડતી અને અભ્યાસ અંગેના પ્રશ્નો, સોશિયલ મીડિયા દ્વારા હેરાનગતિ અને અન્ય પ્રશ્નોમાં તેઓ કેવી રીતે મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન, સરકારશ્રીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી આમ, ૧૮૧ ટીમ દ્વારા મહિલાઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!