દીઓદર તાલુકાના રવેલમાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળની મિટિંગ મળી..
શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળની મિટિંગમાં કાંકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ થરા

દીઓદર તાલુકાના રવેલમાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળની મિટિંગ મળી..
દીઓદર તાલુકાના રવેલ ખાતે આવેલ શ્રી બ્રહ્માણી માતાજીના પરિસરમા શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળની મિટિંગમાં કાંકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ થરા, ઉપ પ્રમુખ રાંમશીભાઈ રવેલ,મંત્રી વાલાભાઈ રાજપુર, સહમંત્રી રમેશભાઈ લુદ્રાની ઉપસ્થિતિ મા ૨૦ માં વિધાર્થી સન્માન સમારોહ ૨૦૨૬ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૬ ને રવિવાર ના રોજ બપોરે મિટિંગ મળી હતી મંત્રી વાલાભાઈ એ શાબ્દિક શબ્દો દ્વારા ૨૦ મા વિધાર્થી સન્માન સમારોહના સંપૂર્ણ ખર્ચના દાતા સ્વ. બીજલબા થરેચા પરિવારના સર્વે ભાઈઓ સ્વ.મંછાભાઈ બીજલભાઈ, સ્વ. છગનભાઈ બીજલભાઈ, સ્વ.કેશાભાઈ બીજલભાઈ પરિવાર થરા, બાર પરગણા યુવક મંડળ સુરતના પૂર્વપ્રમુખ ભીમજીભાઈ, કાંકરેજ પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા સહીત યુવક મંડળની કારોબારી તેમજ મહેમાનોને આવકાર્યા હતા આગામી સન્માન સમારોહને સફળ બનાવવા પ્રમુખ અણદાભાઈ ના માર્ગદર્શન મુજબ યુવક મંડળના સંયોજક મિત્રોના ખભેથી ખભો મિલાવી પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય તે માટે સહકાર આપવા યુવક મંડળના દરેક સભ્યોને અનુરોધ કર્યો હતો.આગામી કાર્યક્રમમા ખભેખભો મિલાવી સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.શ્રી બ્રહ્માણી યુવક મંડળ રવેલ દ્વારા બેઠક વ્યવસ્થા ગોઠવી ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો.સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત કાંકરેજ ના મહામંત્રી રસિકભાઈ રાજપુર, દિનેશભાઈ ધાનેરા મહેશભાઈ સણાદર, સુરેશભાઈ ઝાલમોર, ભરતભાઈ રાજપુર સહીત વિશાળ સંખ્યામાં યુવક મંડળ ના મિત્રો હાજર રહેલ
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







