BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના થરામાં શ્રી કાંકરેજી પરગણા નાઈ સમાજની મિટિંગ યોજાઈ ગઈ..

નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિરે શ્રી કાંકરેજી પરગણા નાઈ સમાજની મિટિંગ યોજાઈ હતી

ઓગડ તાલુકાના થરામાં શ્રી કાંકરેજી પરગણા નાઈ સમાજની મિટિંગ યોજાઈ ગઈ..

નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિરે શ્રી કાંકરેજી પરગણા નાઈ સમાજની મિટિંગ યોજાઈ હતી.નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સમાજમાં અનેક સુધારા વધારા અને વધુ ફાલતુ ખર્ચા ટાળવા બાબતે અનેક ચર્ચા વિચારણા બાદ નવીન કારોબારીની વરણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ નાઈ જયંતીભાઈ ડાહ્યાભાઈ ખારિયા, ઉપપ્રમુખ નાઈ હરિભાઈ શંકરભાઈ વાલપુરા,મંત્રી નાઈ નાગરભાઈ જકશીભાઈ નાણોટા, સહમંત્રી નાઈ લીલાભાઈ ગોવિંદભાઈ અધગામની વરણી કરાઈ હતી.તેમ શૈલેષભાઈ નાઈ અધગામ વાળાએ જણાવ્યું હતું. નવીન કારોબારીની વરણી થતા સભામંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.ઉપસ્થિત આગેવાનોએ ફુલહાર પહેરાવી દરેકનું સન્માન કર્યું હતું.શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટી રામ-લક્ષ્મણની જોડી સમાન હર્ષદ-નિરંજન ઠક્કરે જણાવ્યું હતું કે તમારા સમાજને અમારા લાયક કોઈ પણ જાતનું કામકાજ હોય તો વિના સંકોચે અડધી રાતે અમને મળી શકો છો અમારા ઘરના દરવાજા સદાય ખુલ્લા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!