સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા જીલ્લા કલેકટર
તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વાજબી ભાવની દુકાનોના સ્થળ ફેરફાર, મર્જ કરવા બાબત તેમજ વાજબી ભાવની દુકાનો દ્વારા થતા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તેમજ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાનો માટેની સંખ્યા તથા પસંદગી બાબત, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર બાબત, વાજબી ભાવની દુકાનો મર્જ કરવા બાબત, હાલ જિલ્લાને મળતો જથ્થો, વિતરણ થયેલો જથ્થો, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે જે પૈકી ૪૫ જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે NFSA ૨૫૩૦૫૫ કાર્ડ અને NON NFSA ૯૫૬૧૭ કાર્ડ નોંધાયેલા છે ઓગસ્ટ માસમાં કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા ૪૪ જેટલા પેટ્રોલ પંપ, ગેસ એજન્સીની સંખ્યા ૦૭ સામે તપાસ કરવામાં આવી છે જેમાં ૦૧ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સસ્તા અનાજની ૧૯ દુકાનો તેમજ અન્ય ૪૯૮ વેપારી/ફેરિયાઓ સામે તપાસ કરવામાં આવી છે જેમાં ૧૪ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે પૈકી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ.૫૫૫૦૦ તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૩,૭૯,૨૨૦ ફી વસુલ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ માસમાં ૨૧ જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા ૧૭ જેટલા ખાદ્ય નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી ફૂડ સેફ્ટીની કામગીરી દરમિયાન ૩૦ જેટલાં ઇન્ફોર્મલ નમુના લેવામાં આવ્યા હતા ૧૬૭ જેટલા રજિસ્ટ્રેશન અને લાયસન્સ ખાદ્ય પરવાના આપવામાં આવ્યા છે તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, પાણીની લારી, અનાજ કરિયાણાની પેઢી અન્ય સ્થળ સહિત ૬૦ જેટલા સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.