DAHODGUJARAT

દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

તા.૨૦.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ઇકેવાયસી સહિતની અન્ય તમામ વિકાસને લગતા કાર્યો ઝડપથી પૂર્ણ કરવા તેમજ નીતિ નિયમોથી કામગીરી થાય એ માટે અપાઈ સુચના દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમ્યાન કલેક્ટરએ સોલાર લાઈટ, બંદુક પરવાના આપવા અંગે, સખી વન સ્ટોપ સેન્ટર, ટુલ કીટ વિતરણ અંગે, પડતર જમીન, આંગણવાડી કેન્દ્રોની મંજુરી બાબત, સીએસઆર ફંડ, રસ્તાઓ મંજુર કરવા, બેન્કેબલ યોજનામાં લોન અરજી મજુર કરવા બાબત, વન વસાહતી ગામો, આધારકાર્ડ અપડેટ કરવા બાબત, દિલ્હી-અમદાવાદ કોરીડોર હાઈવે નિર્માણ કાર્ય દરમ્યાન ભારે વાહનોની અવર-જવરના કારણે આસપાસના ગામોના ડામર રોડ તુટવા બાબત, આધારકાર્ડ અપડેટ કરવા, ઇકેવાયસી કરવા, ભેંસો-બકરા યુનિટની માહિતી, ઇએમઆરએસ અને જીએલઆરએસ શાળાઓની માહિતી રજુ કરવામાં આવી હતી.કલેક્ટર યોગેશ નિરગુડેએ જિલ્લામાં પેંડિંગ રહેલા વિવિધ કામો, રસ્તા પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા તેમજ ધારાસભ્યઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા સૂચના આપી હતી. વધુમાં જિલ્લાના વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓએ પ્રેક્ટિકલ અભિગમ અપનાવી તાત્કાલિક કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને તાકિદ કરી હતી.આ દરમ્યાન નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતને લગતા પ્રશ્નો, ઘરવેરો ભરવા બાબત, દુકાનો સીલ કરવા બાબત, સ્ટ્રીટ લાઈટ, રાત્રી સફાઈ બાબત જેવા અગત્યના પ્રશ્નો રજુ વિષે ચર્ચા કરી તેના ઝડપથી ઉકેલ લાવવા સુચના આપવામાં આવી હતી. સાથે વિવિધ વિભાગોની મીટીંગ પણ આવરી લેવામાં આવી હતી. જેમાં પુરવઠા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ, અનુસુચિત જતી અને અનુ.જન.જાતિ અત્યાચાર નિવારણ, પી.એમ.પોષણ યોજના, સિવિલ ડીફેન્સ સર્વિસ, તકેદારી સમિતિ બેઠક, વાસ્મો, શાળાઓમાં વિદ્યાર્થીઓની સેફટી બાબત, જીલ્લા બાળ શ્રમિક ટાસ્કફોર્સ, ૮ માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી તેમજ એસપીસીએ ની વિગતો રજુ કરવામાં આવી હતી.કલેક્ટરએ જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકાર ઓએ લોકોપયોગી યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવા અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકાર સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, રાજમાતા ઉર્વશીદેવી જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!