CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી

તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વાહન પાર્કિંગ બસની સગવડ અને સ્મશાન દબાણ સહિતના જનપ્રશ્નોની ચર્ચા, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ ચોટીલા તથા થાનગઢ તાલુકાની ઇ-ઘરા અમલીકરણ સમિતીની બેઠક તેમજ એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતીની બેઠક પણ યોજાઈ હતી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ભાગ.૧ ના એકથી નવ પત્રકોની સમીક્ષા ઉપરાંત ભાગ.૨ માં (૧) થાન રોડ પર આવેલ એસ.બી.આઇ બેંકની સામે મંદિર પાસે તેમજ ઇદગાહની વચ્ચેના રસ્તા પર વાહન પાર્કિંગ ન કરવા અંગેનો પ્રશ્ન.(૨) મેવાસા (સુખસર) ગામે શાળાના બાળકોને બસની સગવડ અંગેનો પ્રશ્ન. (૩) ઢોકળવા ગામે સીમ શાળામાં જવાનો રસ્તો ખુબ જ ખરાબ હોવા અંગેનો પ્રશ્ન. (૪) ચોબારી પરબડી વચ્ચે રોડની સાઇડથી એકદમ નજીક મોટા ખાડાઓ હોવાથી અકસ્માતોની સંભાવના અંગેનો પ્રશ્ન. (૫) ઘણા ગામોમાં સ્મશાનની જગ્યા ઉ૫ર થયેલા બિનઅઘિકૃત દબાણો તાત્કાલિક દૂર કરવા અંગેના મહત્વના જનપ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, મામલતદાર થાનગઢ, ચોટીલા, પીઆઇ થાનગઢ, ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી થાનગઢ, ચોટીલા, ચીફ ઓફીસર ચોટીલા તથા થાનગઢ નગરપાલીકા સહિત પાણી પુરવઠા, પીજીવીસીએલ, માર્ગ અને મકાન પંચાયત અને સ્ટેટ, નર્મદા વિભાગ, રેન્જ ફોરેસ્ટ, આરોગ્ય, શિક્ષણ, ઝેટકો, એસ.ટી. ડેપો અને ઇ-ઘરા વિભાગના અધિકારીઓ/પદાઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં પ્રસ્તુત થયેલા તમામ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને નાયબ કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!