GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળી હતી આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર વિકાસનાં તમામ માપદંડોમાં અગ્રેસર રહે તે દિશામાં કાર્ય કરવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી આ ઉપરાંત તેમણે જિલ્લામાં પાણી પુરવઠા વિભાગનાં તમામ સરકારી માળખાઓની સમયાંતરે સફાઈ થતી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું બેઠકમાં પાટડી ધારાસભ્ય પી. કે. પરમાર દ્વારા પાણી પુરવઠા, નર્મદા સિંચાઈ યોજના, નહેરોનાં કામો, ધ્રાંગધ્રા ધારાસભ્ય દ્વારા રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા, દબાણ સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોમાં સંબંધિત વિભાગનાં અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરી તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જિલ્લા કલેકટરએ તાકીદ કરી હતી તદુપરાંત સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં સરકારી માળખાઓની ચકાસણી, સરકારી જાહેરાતનાં ચુકવણા સહિતનાં મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!