મહીસાગર જીલ્લા નાં સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ માટે નું ચોથું મહાસંમેલન યોજાયું .
મહીસાગર જીલ્લા નાં સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ માટે નું ચોથું મહાસંમેલન યોજાયું .
અમીન કોઠારી મહીસાગર
– ચાર રાજ્યોના આદિવાસી નેતાઓએ 30મા ભીલ પ્રદેશ રાજ્યની જોરદાર માંગ ઉઠાવી હતી.
માનગઢધામ ખાતે આજે
ભીલ સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બની ગયેલ જ્યાં માનગઢ ધામ ખાતે ભીલપ્રદેશ માટે ચોથું મહાસંમેલન યોજાયું હતું.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્ર સહિત દાદરા-નગર હવેલી થી હજારોની સંખ્યામાં ભીલ ભાઈઓ અને બહેનો માનગઢ ધામ ખાતે એકત્રિત થયા હતા.
આ કાર્યક્રમમાં રાજસ્થાનથી ભંવરલાલ પરમાર, કાંતિભાઈ આદિવાસી, સાંસદ રાજકુમાર રોત, ધારાસભ્યો થાવરચંદ ડામોર, ઉમેશ ડામોર, અનિલ કટારા સહિતના આગેવાનો હાજર રહ્યા. મધ્યપ્રદેશથી કેશુભાઈ નિનામા, ચંદુભાઈ મેડા અને ડૉ. કમલ ડામોરે પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
ગુજરાત તરફથી રાજુભાઈ વલવાઈ અને કેતનભાઈ બામણીયા એ મહત્વપૂર્ણ ભાષણ આપ્યું, જયારે મહારાષ્ટ્ર તથા દાદરા-નગર હવેલીના વક્તાઓએ પણ ભીલ પ્રદેશની અખંડ માંગણીને પોતાના વ્યક્તવ્યમાં વાજબી ઠેરવી હતી.
વક્તાઓએ એક સૂરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભીલપ્રદેશ ભારતનું 30મું રાજ્ય બને એ સમયની માંગ છે. તેઓએ ચેતવણી આપતાં પણ જણાવ્યું હતું કે જો સરકારે અમારી માંગણી પ્રત્યે નક્કર પગલાં નહિ ભરે, તો ભવિષ્યમાં આશ્ચર્યજનક આંદોલનાત્મક કાર્યક્રમો અમલમાં મુકાશે.
આ મહાસંમેલનને ભીલ ઇતિહાસના એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યાં 1507 ભીલ શહીદોની વીરગાથાને સ્મરણ કરીને ભવિષ્ય માટે સંકલ્પ લેવાયો હતો .