GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગરમાં કૃષિ વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના વિક્રેતાઓની દુકાનો પર આકસ્મિક મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરાયું.

ખાતર વેચાણમાં ગેરરીતિ સામે કડક પગલાં, રૂ. 35,99 લાખનાં જથ્થા સહિત 18 લાયસન્સ સસ્પેન્ડ કરાયાં

તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખાતર વેચાણમાં ગેરરીતિ સામે કડક પગલાં, રૂ. 35,99 લાખનાં જથ્થા સહિત 18 લાયસન્સ સસ્પેન્ડ કરાયાં

હાલમાં ચાલી રહેલી વાવેતરની સિઝનને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને રાસાયણિક ખાતરનું સુવ્યવસ્થિત વિતરણ થાય અને તેમાં કોઈ અનિયમિતતા ન આવે તે સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ખેતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના રાસાયણિક ખાતરના વિક્રેતાઓની દુકાનો પર આકસ્મિક મુલાકાતો લઈને સઘન તપાસ કરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન, જ્યાં પણ રાસાયણિક ખાતરના જથ્થામાં વિસંગતતાઓ જોવા મળી, ત્યાં તાત્કાલિક ધોરણે સંબંધિત તાલુકાના રાસાયણિક ખાતરના પરવાના (લાયસન્સ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લામાં કુલ ૧૮ રાસાયણિક ખાતરના વેચાણ લાયસન્સ મોકૂફ કરવામાં આવ્યા છે. તેમજ રૂ. ૩૫.૯૯ લાખની કિંમતનો ૩૯૫.૬૯ મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં વઢવાણના ૦૨, મુળીના ૦૪, લખતરના ૦૫, દસાડાના ૦૪, ચોટીલાના ૦૧ અને ચુડાના ૦૨ લાયસન્સનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!