GUJARATMODASA

અરવલ્લી જીલ્લા ખાતે જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ કમિટીની બેઠક યોજાઈ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લા ખાતે જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ કમિટીની બેઠક યોજાઈ.

માન.જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં ખાસ કરીને માતા મરણ,બાળ મરણ, કુપોષણ, બિનચેપી રોગો અને આરોગ્ય સેવાઓમાં જનસહભાગિતા જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી વિવિધ વિભાગો વચ્ચે વિચાર વિનિમય દ્વારા આવનારા દિવસોમાં વધુ અસરકારક રીતે સમસ્યાઓનું નિવારણ લાવવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાના તમામ આરોગ્ય અધિકારીઓ અને પરિષદના સભ્યોએ બેઠકમાં સક્રિય ભાગ લીધો અને આગામી સમયમાં સહીયારા પ્રયાસો દ્વારા હાંસલ કરવાનાં લક્ષ્યો અંગે આપતું પોતાનું માર્ગદર્શન અને અભિપ્રાય વ્યક્ત કર્યા.

બેઠક દરમિયાન આરોગ્ય સેવાઓના કાર્યાન્વયન, વિવિધ પડકારો અને તેમના સંભવિત નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા તથા વિચારોના આદાન-પ્રદાન કરવામાં આવ્યા. વિવિધ હિતધારકો વચ્ચે પરિચર્ચા કરીને સમસ્યાઓની ખરાઈ અને નિવારણ માટે ટકાઉ ઉપાયોની દિશામાં મહત્વપૂર્ણ સૂચનો મેળવવામાં આવ્યા. આ સૂચનોને ધ્યાને લઇ આગામી દિવસોમાં જીલ્લા માટે એક સમન્વિત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.તાલુકા અને જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ.આગામી જુન માસમાં જીલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ યોજવા અને તેના એજન્ડા નક્કી કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!