GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં હાલ પ્રવાસન સ્થળોના વિકાસ કામોમાં પ્રગતિની વિગત, નવી દરખાસ્તો સહિત પ્રવાસન સ્થળો અંગે કામગીરીની વિગતવાર સમીક્ષા હાથ ધરાઈ હતી.
જેમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની કામગીરી અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરબારગઢ , બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-રામોદ, શેમળી નદી પર રિવરફ્રન્ટ બનાવવા સહિત જિલ્લામાં પ્રવાસન સ્થળોની કામગીરી અંગે કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
આ ઉપરાંત મુરલી મનોહર મંદિર ધોરાજી, માનકેશ્વર મહાદેવ મંદિર વીરપુર, લીલાખામાં ભાદર ડેમ સાઈટની આજુબાજુના વિસ્તારનો વિકાસ કરવા, વેરી ડેમ પાસે ગાર્ડન બનાવવા, વિલેઝ રિસોર્ટ એટ પાટણવાવ સહિત નવી દરખાસ્તો અંગે પણ સમીક્ષા કરાઈ હતી..