GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે આગામી રામનવમીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક પીએસઆઈ એલ.એ.પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

 

તારીખ ૨૪/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી પવિત્ર રામનવમી ના તહેવારની સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે, ત્યારે આ ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કાલોલના સિનિયર પીએસઆઈ એલ.એ.પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.રામનવમીના તહેવાર દરમિયાન નગરમાં કોમી એકતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ની વિચારણા કરવામાં આવી આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન પીએસઆઈ પરમારે ઉપસ્થિત તમામ આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, તહેવારો એ પરસ્પર ભાઈચારાનું પ્રતિક છે. શોભાયાત્રાના રૂટ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને કોમના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી અને પરંપરાગત રીતે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અને તહેવારના ઉત્સાહમાં કાયદાનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!