GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પોલીસ લાઈન કન્યાશાળા મોરબીનાં શિક્ષક અનિલ ફટાણિયાને મળ્યો “શિક્ષક રત્ન એવોર્ડ”

 

MORBI:પોલીસ લાઈન કન્યાશાળા મોરબીનાં શિક્ષક અનિલ ફટાણિયાને મળ્યો “શિક્ષક રત્ન એવોર્ડ” – 2025.

 

 

5 મી સપ્ટેમ્બર ડૉ. રાધાકૃષ્ણન સર્વપલ્લીનો જન્મ દિવસ એટલે શિક્ષક દિન.આજના આ પવિત્ર દિવસે રાજકોટ WHO AM I ખાતે નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને “શિક્ષક રત્ન એવોર્ડ”થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં પોલીસ લાઈન કન્યાશાળા મોરબીનાં શિક્ષક અનિલ કુમાર ફટાણિયાનું તેમણે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ કામગીરી ને ધ્યાનમાં લઈ રાજકોટ ખાતે નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “શિક્ષક રત્ન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા. અનિલ ફટાણિયા છેલ્લા 25 વર્ષથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહ્યા છે. “બાલદેવો ભવઃ” સૂત્રને ચરિતાર્થ કરી તેમણે પોતાની શાળામાં સ્વ ખર્ચે અભ્યાસક્રમ ને લગતાં વિવિધ TLM, રમકડાં, ગેમ અને ચાર્ટ જાતે બનાવી બાળકોને ઉપયોગી બને એવો પ્રવુતિ સભર વર્ગનું નિર્માણ કરેલ છે.

 

બાળકોમાં માનવીય મૂલ્યોનો વિકાસ તથા ઉત્તમ ચરિત્રનું નિર્માણ થાય એ હેતુથી શાળામાં ખોયા પાયા, રામ હાટ, આજનું  સારું કાર્ય, દિન વિશેષ, રમત ગમત અને પર્યાવરણ ની વિવિધ પ્રવૃત્તિઓ નિયમિત કરાવે છે. કોરોના જેવી વિકટ સ્થિતિમાં પણ બાળકોનાં શિક્ષણની ચિંતા કરી ઓનલાઇન શિક્ષણ અને શેરી શિક્ષણ દ્વારા શિક્ષણ પૂરું પાડેલ. તેમણે ઇનોવેશન, રિસર્ચ પેપર, ક્રિયાત્મક સંશોધન તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂ કરેલ, રમકડાં મેળો 2021માં તેમનું બનાવેલ રમકડું “ત્રિભાષીયચક્ર” તાલુકા અને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ રજૂ કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ, R.P. અને M.T. તથા યોગ રિસોર્સ પર્સન ટ્રેનિંગ લઇ મોરબી જિલ્લાનાં શિક્ષકો ને તાલીમો આપેલ. શાળાકીય રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ નિર્ણાયક અને વ્યવસ્થાપક કામગીરી કરેલ, 8 વર્ષ આચાર્ય તરીકે શાળામાં સરકારી ગ્રાંટ તથા લોક સહયોગથી શાળાના ઓરડા, MDM રસોડું, સેનીટેશ ફર્નિચર, રમતગમતના સાધનો વગેરે સુવિધાઓ ઉભી કરેલ. રાષ્ટ્રીય કામગીરીમાં B.L.O. તરીકે 16 વર્ષથી સેવા આપે છે, પલ્સ પોલિયો ટીકાકરણ, ચૂંટણી , વસ્તી ગણતરી, કોરોના દરમ્યાન ડોર ટુ ડોર સર્વે અને કંટ્રોલ રૂમ ડ્યૂટી જેવી ફરજો બજાવેલ.
અનિલ ફટાણિયાને અત્યાર સુધીમાં સરકાર અને સમાજ તરફથી અનેક એવોર્ડ અને સન્માન મળેલ છે.પ્રતિભાશાળી શિક્ષક સન્માન, વિદ્યા વાહક સન્માન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય એવોર્ડ, મોરબી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – 2021, ભારત શિક્ષણ સેવા રત્ન સન્માન – 2024, ગુજરાત સિને મીડિયા એવોર્ડ – 2024, પર્યાવરણ સંરક્ષક એવોર્ડ – 2025, શિક્ષક સમાજ માટે ગૌરવ પૂર્ણ એવો “ચિત્રકૂટ એવોર્ડ – 2024/25” મળેલ. આમ અનિલ ફટાણિયાને “શિક્ષક રત્ન એવોર્ડ”- 2025 મળવાથી પોલીસ લાઈન કન્યાશાળા અને મોરબી જિલ્લો ગૌરવ અનુભવે છે.

Back to top button
error: Content is protected !!