GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આગામી મોહરમ તહેવાર અનુલક્ષીને જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

 

  1. તારીખ ૧૩/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પોલીસ હેડ કવાર્ટર તાલીમ કેન્દ્ર હોલ ખાતે આગામી સમયમાં આવી રહેલ મુસ્લિમના મોહરમ તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે શાંતિથી ઉજવણી થાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા કક્ષાની શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આ બેઠકમાં ગોધરા નાયબ પોલીસ અધિક્ષક દેસાઈ,નાયબ પોલીસ અધિક્ષક વાડોદરિયા તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર જિલ્લાના કાલોલ,હાલોલ, શહેરા,મોરવા હડફ અને ગોધરા શહેરમાં શહીદખાન પઠાણ,રફીકભાઇ તિજોરીવાળા,આબીદ શેખ, ઇશાક મામની,અકબરબેગ મિરઝા,હારૂન દીવાન, ઉષ્માન બેલી, નિતિનભાઈ શાહ સહિત જીલ્લામાંથી પધારેલા શાંતિ સમિતિના સૌ સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આગામી સમયમાં આવી રહેલ મુસ્લિમ સમાજના તહેવાર પરસ્પર કોમી એકતા, ભાઈચારા અને સામાજિક સદભાવ સાથે શાંતિથી ઉજવણી કરવા ઉપસ્થિત સૌ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોને ઉપરોક્ત અધિકારીઓ અને સમાજના અગ્રણી સામાજીક આગેવાનો એ સંબોધન સહ વિનંતી કરી હતી.

 

Back to top button
error: Content is protected !!