વાલિયા તાલુકાના ડેહલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી.*
*ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી, SDM, TDO સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી.*
*સ્થાનિક લોકોને સાવચેતના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ સુચન કર્યા.*
*ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદથી કાચા ઘરો ઘરવખરી અને ખેતી પાકોને થયેલ નુકશાનીનું સર્વે કરી સહાય ચુકવવાની માંગ કરવામાં આવશે: ચૈતર વસાવા*
*ગામના એક ફળિયાની બંને બાજુથી નદીના પાણી ફરી વળતા ગઈકાલથી જ અવરજવર બંધ છે, જ્યાં 70 જેટલા લોકો રહે છે: ચૈતર વસાવા*
*હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે: ચૈતર વસાવા*
*તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને લોકોને કેસ ડોલ તથા આ સિવાય પણ જે સરકારી સહાય આપવાની હોય તે પણ આપવામાં આવે તેવી એવી અમે કલેક્ટરને રજૂઆત કરીશું: ચૈતર વસાવા
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર, એસ ડી એમ, ટી ડી ઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. ચૈતરભાઇ વસાવાએ ગામની પરિસ્થિતિને જોયા બાદ સ્થાનિક લોકોને સાવચેતના ભાગરૂપે સુચન કર્યા હતા. ચૈતરભાઈ વસાવા લોકોને સૂચન કરતા જણાવ્યું હતું કે, આગાહી અનુસાર હજુ પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે. માટે આપણે સૌએ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈપણ બાળક કે વૃદ્ધ વ્યક્તિ ભૂલથી પણ કોઈ નદી નાળામાં પડી ન જાય, તેની તકેદારી લોકોએ રાખવાની છે. સાવચેતીના ભાગરૂપે તમામ લોકોએ એકબીજા સાથે સંપર્ક રાખવાનો છે, સરકારી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત અમારા જેવા પદાધિકારીઓના નંબર પણ તમામ લોકોએ પોતાની સાથે રાખવાના છે. જો કોઈપણ ઘટના ઘટે છે તો આ તમામ લોકોને સંપર્ક કરીને તથા આસપાસના લોકોને સંપર્ક કરીને જાણ કરવાની રહેશે.
સામેના કાંઠે 70 લોકો ફસાયા છે તો તેમને બચાવવા માટે લોકોએ કોઈ સાહસ કરવાનું નથી. એસ ડી આર એફ, એન ડી આર એફ ની તરવૈયાની ટીમ આવે તો તે લોકો લોકોની બચાવો કામગીરી કરશે. કોઈપણ વ્યક્તિએ તળાવ નદીમાં નાહવા જવાનું નથી. માતા બેન દીકરીઓ ઘરના નાના ભૂલકાઓને ખાસ સાચવે તેવી મારી વિનંતી છે. કારણકે હજુ ખૂબ જ વરસાદ પડશે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જે પણ લોકોને ઘરવખરીનું નુકસાન થયું છે, પશુઓનું નુકસાન થયું છે કે પાકનું નુકસાન થયું છે, તે તમામના નુકસાન બાબતે અમે સરકાર સમક્ષ રજૂઆત કરીશું અને વળતરની માંગણી કરીશું. અમે આજે જ ભરૂચ જઈને કલેકટરને આ બાબતે રજૂઆત કરવાના છીએ. તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને લોકોને કેસ ડોલ તથા આ સિવાય પણ જે સરકારી સહાય આપવાની હોય તે પણ આપવામાં આવે તેવી એવી અમે રજૂઆત કરીશું.
ત્યારબાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમને સવારે ફોન દ્વારા માહિતી મળી કે વાલિયા તાલુકાના ડેહલી ગામમાં પાણી ફરી વળ્યું છે, માટે અમે આ ગામની મુલાકાતે આવ્યા હતા. અમે જોયું કે અહીંયા લોકોની ઘરવખરીને અને પાકને નુકસાન થયું છે, માટે અમે આજે જ કલેકટરને વાત કરવાના છીએ અને રજૂઆત કરીશું કે સર્વે કરીને જે પણ પરિવારોને નુકસાન થયું હોય તેમને તાત્કાલિક ધોરણે કેસ ડોલ અથવા તો જે પણ સરકારી સહાય શક્ય હોય તે આપવામાં આવે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે સીમનું પાણી ગામમાં આવી જાય છે. માટે નિષ્ણાતોને અને ગામના આગેવાનોને સાથે રાખીને સર્વે કરવામાં આવે અને સીમના પાણીનું કઈ રીતે સીધું નદીમાં નિકાલ થાય તેનું આયોજન કરવામાં આવે તેની પણ માંગણી અમે કલેકટર સમક્ષ કરીશું.