MORBI:મોરબીના નવા મકનસર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઈ

MORBI:મોરબીના નવા મકનસર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઈ
લાલપર પ્રા. આ. કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર મકનસર-2 દ્વારા પ્રાથમિક શાળા મકનસર ખાતે વિધ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સ્પર્ધામાં 60 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.દીપક બાવરવા ની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવાને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપેલ તથા વ્યક્તિગત સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું
આરોગ્ય સ્ટાફ MPHS દિપકભાઈ વ્યાસ CHO મેઘના બેન વરસાત,MPHW દિલીપભાઈ ચાવડા, તથા પ્રિન્સિપલ માનસી બેન ભટ્ટ તથા શિક્ષકો અને આશા વર્કર દ્વારા પ્રોગ્રામને સફળ બનાવેલ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા









