GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર ની અધ્યક્ષતામાં SIRની કામગીરી સંદર્ભે મોટીસંખ્યામાં મુસ્લીમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે બેઠક મળી.

 

તારીખ ૨૧/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ તારીખ 21 મી નવેમ્બર 2025 ના રોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે એસઆઈઆર કામગીરી અંતર્ગત કાલોલ શહેરની તમામ મસ્જીદો નાં પ્રમુખ સાથે મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો અને બુદ્ધિજીવીઓ અને કાલોલ શહેર ના વિવિધ ભાગના સુપરવાઇઝર તેમજ બુથ લેવલ ઓફિસર સાથે એસઆઈની કામગીરી અંગે મામલતદાર વિકાસભાઇ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બુથ લેવલ ઓફિસર ને નડતા અને મતદારોને નડતા પ્રશ્નોનો નિરાકરણ કરવા મીટીંગમાં એસઆઈઆર ફોર્મ ભરવા અંગે તેમજ ભરીને સુપરત કરવા અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં મામલતદાર દ્વારા જણાવાયું હતું આગામી ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસ પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે.જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે બુથ લેવલ ઓફિસએ આપેલ ફોમ પત્રક વહેલામાં વહેલી તકે ભરીને જમા કરાવવા તેમજ કાલોલ નગર માં મતદાર યાદી અંગે (SIR) હેઠળની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. ત્યારે કાલોલ નગરમાં અંદાજીત ત્રેવીસ બુથ કાર્યરત છે, તેમજ દરેક દસ બુથ પૈકી 01 (એક) બુથ લેવલ ઓફિસર (BLO) ની નિમણૂંક કરી દેવામાં આવી અને BLO દ્વારા દરેક મતદારના ઘરે-ઘરે જઈને એન્યુમરેશન (EF) ફોર્મ-2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી કાર્ય ચાલી રહ્યું છે. ત્યારબાદ BLO APP મારફતે ડિજિટાઈઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે આગામી તા 04 ડિસેમ્બર-2025 સુધી ચાલુ રહેશે.આગામી ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ બીએલઓ પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે. તો જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે એસઆઇઆર ફોમ પત્રક વહેલામાં વહેલી તકે ભરીને જમા કરાવવા ઉપસ્થિત મુસ્લિમ સમાજના લોકોને સહકાર આપવા તાકીદ કરી હતી.

Back to top button
error: Content is protected !!